પ્રેમની પરિભષા સમજાય તો ઘણુ છે,તારા અપેલા ઝખ્મો રુજાય તોય ઘણું છે.
બદનામ બની જીવી રહ્યો છુ જીન્દગી,તારી યાદો ના સહારે મરાય તો ઘણું છે.
આંસુ પણ સુકાઇ ગયા છે મારી આંખો માં સપનાનો સમંદર ભરાય તો ઘણું છે.
તારા વિના મહેલ પન ખંડેર બની ગયાં,પગરવ ક્યારેક સંભળાય તો ઘણું છે.
અબોલા લીધા છે એ હું ક્યાં જાણતો,તારા મુખે બેવફા બોલાય તો ઘણું છે.
મારી પાસે બધું હોવા છતાં કશું નથી.દુનિયા ની ભીડમાં તુ દેખાય તો ઘણું છે.
Kunal Mehta
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment