પાંપણ ઝૂકેલી છે એ શરણાગતિ નથી,
સોંદયૅ માં પ્રણય નો વિવેક આજે પણ છે.
આંખો ભાર થી નમેલી છે એ પરાજય નથી,
પ્રણય માં શરમ નો ભાર આજે પણ છે.
હોઠ અધખુલ્લા છે, શબ્દો નો સાથ નથી છતાં,
વાતવરણ માં શબ્દો ની ભીનાશ આજે પણ છે,
આંખ ના પલકારે આંસુ છે કે મોતી,
પાંપણ ની નમણાંશ આજે પણ અકબંધ છે.
કંઈક કહેવુ છે, કંઈક સાંભળવુ પણ છે,
આપસ માં મન નો મેળાપ આજે પણ છે.
કહેવુ છે ઘણુ પણ દિલ નો સાથ નથી,
વિચારવુ છે ઘણુ પણ મન નો સાથ નથી.
વગર બોલે કંઈક સંભળાય છે,
વગર વિચાયૅ ઘણુ સમજાય છે.
આ પ્રણય ને સમજવો અઘરો છે ,
પ્રણય માં પ્રણય નો આભાસ આજે પણ છે...
posted by Dhwani joshi

No comments:
Post a Comment