ઝાંઝરની જેમ ઝણઝણવાનું મન થય જાય છે.
પગની સાથે ગીત ગણગણવાનું મન થય જાય છે.
કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇનેઆભમાં
વદળાઓને ઝરમરવાનું મન થય જાય છે.
કોઇ મારી પાસે આવીને પુંછે કે કેમ છો ? ? ?
છું જ નહીં કહીને અવગણવાનું મન થય જાય છે.
આપણે સાથે નથી અવો સમય
વિતાવવાવ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થય જાય છે.
જે જગ્યાએ હોઇએ હું અને તમે બે સાથમાં
ચારે બજું ભીંતો ચણવાનું મન થય જાય છે.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment