પ્રેમના પથ પર દિલ હથમા લઈને ચલતા જોયા
મે પ્રેમમા કેતલાયે ને પાછા ફરતા જોયા
પ્રેમમા હરીને કેટલાયે પ્રેમીને મરતા જોયા
તો કોઇને દગો કરીને પણ ફિરદોસમા મ્હાલતા જોયા
ઘણાને પ્રેમનો આંચળો ઓઢીને ચાલતા જોયાં
આએમની આંખોમાં હવસના સાપોલિયાં સળવળતાં જોયા
એક ક્ષણે ભવોના બંધનમાં બંધાતા જોયા
બીજી ક્ષણે ભવોના બંધનમાંથી પણ છૂટા પડતા જોયા
પ્રેમ એ ઢોંગ છે એવા રુઢિવાદીઓને પણ,
કેટલીયેવાર પ્રેમની સરીતામાં ન્હાતા જોયાં
પ્રેમ આંધળો હોય છે, એ જાણી પ્રેમમાં પડતા જોયાં
પ્રેમીઓને પણ પાગલ થતા જોયાં
કેહવાય છે કે, સારસ કદી છૂટા પડતા નથી,
"પલક"પણ જીવનની સંધ્યાએ સારસને એકલા રડતાં જોયાં
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment