Tuesday, September 25, 2007

હવે લખવી છે ગઝલ સાંજ પહેલા,અહિંયા કાલમાં ક્યાં કોઇ માને છે!
જીવન છે એક મોટી મુસીબત,મુસીબત આવ્યા પહેલા ક્યાં કોઇ માને છે!
મીઠા લાગે છે દુઃખો પ્રેમમાં મળેલા,એ પ્રેમ કર્યા પહેલા ક્યાં કોઇ માને છે !
દુઃખો હોય છે ઘણા લગ્ન પછી પણ,અહિંયા લગ્ન પહેલા ક્યાં કોઇ માને છે !
જે મજા કરવી હોય તે કરી લો મોત પહેલા,આ 'કપિલ' પુનઃજન્મમાં ક્યાં માને છે !-

કપિલ દવે

No comments: