લખવા બેઠો છુ હું ગઝલ પણ,ગઝલ વિશે કઈ જાણતો નથી,
લખવુ છે દુનિયા વિશે,પણ આ દુનિયા છોડીને,
લખવુ છે નશાબંધી વિશે,પણ દારુ પીયને પછી,
લખવુ છે ડાહ્યા લોકો વિશે,પણ પાગલખાને જઈને,
લખવુ છે પ્રેમ વિશે ,પણ નફરત કરી ને ,
લખવુ છે આકાશ વિશે ,પણ ધરતી પર રહિને,
લખવુ છે દેવો વિશે,પણ દાનવ થઈને ,
લખવુ છે સ્વર્ગ વિશે,પણ નરક મા જઈને,
આ 'કપિલ' કેટલુ લખશે,હવે અભણ થઈ ને....
.-કપિલ દવે
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment