Tuesday, September 25, 2007

પ્રેમનું છે એક સુંદર ઘર,
જેમા ભર્યા છે લાગણીના રંગ,
જ્યાં લેવાય છે સ્નેહના શ્વાસ,
લાગણીનો સદા થાય છે અહેસાસ.
સંબંધોની સુવાસ મહેંકે છે આસપાસ,
જ્યાં મળે છે સૌને મીઠો આવકાર,
વાતાવરણ છે જ્યાં ખુશીઓનું ઉપવન,
વસે છે કણકણમાં એના મંગલકામના.
વીતે છે જ્યાં રાતદિન આનંદની પળો,
મુલાકાત બદલ થાય છે સૌને હર્ષ,
જ્યાં છે સદા પ્રભુનો વાસ,
વસે છે જ્યાં જીવનની મધુર આશ.
શુભકામના કરું છું સાચા હ્યદયથી,
મળજો સૌને એવું પ્રેમનું ઘર..

નીતા શાહ

No comments: