વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાય ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે િવસરાય ગયેલો કાગળ છું.
શંકા ન પડે તે માટે હું ચીરાય ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાય ગયેલો કાગળ છું.
ઝાકળ ની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખૂશ્બુ તો ગઇ ઉડી; હું હવે ચેહરાય ગયેલો કાગળ છું.
આ રણની સફર એકલવાયા કરવાનું બહું કપરું િનવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાય ગયેલો કાગળ છું.
અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વેર પડ્યુ;
ખૂણે-ખૂણેથી ફાટીને િવખેરાય ગયેલો કાગળ છું.
પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં;
આંસુભીની આંખેય નહીં; ફેંકાય ગયેલો કાગળ છું.
કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ િનવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાય ગયેલો કાગળ છું.~~
ભગવતીકુમાર શર્મા.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment